________________
શ્રી નેમિ સૌરભ
કરવું જોઈએ. તમારામાં ગળપણ છે, તે મંકડા આવે છે, તમારામાં આગેવાની ભરી શક્તિ છે તે લેકે તમારે આશરે શેધતાં આવે છે.” કે માર્મિક ઉપદેશ !
એ વખતે જ પલાં ગઢબોલ અને ઘાણેરાવવાળા શ્રાવકો આવી પહોંચ્યા. એટલે બને છેષ્ઠિરેએ આ બાબતમાં શી રીતે કામ કરવું ? તે માટે પૂજ્યશ્રી સાથે વિચારણા કરી. પૂજ્યશ્રીએ “જૈન તત્ત્વ વિવેચક સભાના સભ્યને બોલાવીને તેમને આ દુઃખદ બીના જણાવી. છેવટે નક્કી કર્યું કે, “અમદાવાદથી વકીલ કેશવલાવ અમથાશા (બી.એ.એલએલ.બી.)ને આ મારવાડી ભાઈઓ સાથે ગઢબેલ મેકલવા અને તેઓ ત્યાં જઈને આ બાબત વિષે કરવા એગ્ય કાર્યવાહી કરે.”
પૂજ્યશ્રીએ ગઢબલના શ્રાવકેને કહ્યું કે, “અહીંથી વકીલ આવે છે, તે તમારે તેમને બરાબર મદદ આપવી પડશે. પછી ત્યાં જઈને આઘાપાછા થશે તે નહી ચાલે.” તે ભાઈઓએ આ વાત સ્વીકારી.
પૂજ્યશ્રીએ વકીલને પણ સલાહ સૂચનાઓ આપી દીધી.
આ પછી વકીલ કેશવલાલભાઈ યુરોપિયન પહેરવેશમાં સજ્જ થઈને તે ભાઈઓ સાથે ગઢબોલ જવા રવાના થયા. તેમની સાથે પટાવાળા તરીકે એક મૈયાને
૪૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org