________________
શ્રી નેમિ સૌરભ પણ મેકલવામાં આવ્યું. અહીંથી શેઠ લાલભાઈએ પણ આ. ક. પેઢીની શાખા સાદડીમાં આવેલી છે ત્યાંના મુનીમ મણલાલને જણાવી દીધું કે, “વકીલ ત્યાં આવે છે, અને તમારે તેમને જોઈતી સગવડ આપવી.”
વકીલ સાદડી પહોંચ્યા અને મુનીમને મળ્યા. તે મુનીમ પણ ચાલાક હતા. તેમણે પણ વકીલની જેમજ યુરોપિયન વેશ ધારણ કર્યો, પછી તેઓ બને ઘોડા પર સવાર થઈ સાથે બે ભૈયાઓને લઈને ગઢ લ ગયા. ત્યાં ચૌટામાં જઈને “શ્રી શાંતિનાથજીનું જેન મંદિર કયાં છે ?” પૂછયું
તે બન્ને યુરોપિયનને જોઈને જ ગઢબોલના અબૂઝ. અને બીકણ તેરાપંથીઓ જેમણે આ પાપ કરાવ્યું હતું. તે ડરીને આઘાપાછા થઈ ગયા. તેમના મનમાં ફફડાટ પેશી ગયે કે આ યુરોપિયન જેવા સાહેબ આવ્યા છે. હવે આપણું શી વલે થશે ? વકીલે તે આવતાં વેંતજ ઈગ્લીશ ભાષામાં બોલવાનું શરૂ કર્યું. લેકેને ધમકાવ્યા. લેકે પણ ડરતાં ડરતાં તેમની પાસે આવ્યા એટલે તેમણે દેરાસરની ચાવીઓ કોની પાસે છે! તે જાણીને ચાવીઓ મંગાવી.
દેરાસર ઉઘડાવી, ત્યાંના ગૃહસ્થોને સાથે રાખીને પ્રતિમાજીને ખીલાના ઘા પડયા છે, તે બાબત પંચકેસ
૪૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org