________________
શ્રી નેમિ સૌરભ પૂજયશ્રીના ઉપદેશથી સારી એવી ટીપ પણ થઈ. આ ચાતુર્માસ પહેલા, ચાતુર્માસમાં અને ચાતુર્માસ પછી પૂજ્યશ્રીએ પોતાના ઉપદેશથી જાવાલમાં અનેક સ્થાયી ચિરંજીવી ધર્મકાર્યો કરાવ્યા.
જાવાલ–બરકુટ વિગેરે ૨૭ ગામેનું સમગ્ર પંચ હતું. તે પંચમાં છેલ્લા કેટલાય સમયથી મતભેદ-ઝગડા હતું. એથી ધર્મકાર્યો અટકતા હતા. આથી તે ઝગડાનું નિવારણ કરવા માટે પૂજ્યશ્રીએ ઊંડ ગામમાં સમગ્ર પંચ એકત્ર કરાવ્યું. અને તેમાં પૂજ્યશ્રીએ સંપ માટે સચેટ ઉપદેશ આપે. સદઉપદેશ સાંભળી સૌના હૃદય ભાવ ભીના થયા. પરિણામે ૨૭ ગામના આગેવાનોએ નિખાલસ ભાવે પૂજ્યશ્રીની આજ્ઞાનુસાર કલેશ દૂર કર્યો અને સંપશાન્તિની સ્થાપના થઈ.
કુસંપને નાશ થવાથી ૨૭ ગામેવાળાઓએ ખુબ ઉલાસભાવે ઊંડ ગામમાં પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં ધામ ધૂમથી માટે મહત્સવ ઉજવ્ય અને સ્વામીવાત્સલ્ય થયા.
જાવાલમાં ઉપાશ્રયની અગવડ હતી. એટલે પૂજ્યશ્રીના ઉપદેશથી ધર્મશાળામાં બાજુની જગ્યા લઈને ભાગ વધાર્યો. તેમજ ધર્મશાળાની સામે જગ્યા લઈ ત્યાં ઉપાશ્રય બાંધવા માટે મોટી ટીપ કરાવી. વળી જાવાલા ગામની થોડી દૂર એક અંબાજીના સ્થાનવાળી વિશાળ
૩૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org