________________
શ્રી નેમિ સૌરભ
નના
કિરણ ઓગણચાલીસમું... મારવાડ અને મેવાડ તરફનો વિહાર
અમદાવાદમાં અનેકાનેક શાસન શોભાના સ્થાયી ર્યો કરીને ચાતુર્માસ પૂર્ણ થયા પછી પૂજ્યશ્રીની ભાવના મારવાડ અને મેવાડ પ્રદેશ તરફ વિચરવાની થઈ. વિશાળ પરિવાર સાથે શુભ મુહૂતે પ્રયાણ કર્યું. શેઠ શ્રી અંબાલાલ સારાભાઈને અત્યંત આગ્રહ હોવાથી તેમના બંગલે-શાહીબાગમાં વિહાર કરી પધાર્યા.
ત્યાંથી સાબરમતિ-ખોરજ થઈને શ્રી જમનાદાસ હીરાચંદ ઘેબરીયાના શ્રી સંઘ સાથે શેરીસા પધાર્યા. શેરીસામાં શ્રી સંઘ સાથે ૩-૪ દિવસ સ્થિરતા કરી.
આ અરસામાં પૂજ્યશ્રીના શિષ્ય પંન્યાસ શ્રી સુમતિવિજયજી મહારાજ તલાજા બિરાજતા હતા. તેઓશ્રીએ અમદાવાદ નિવાસી ૧૫ વર્ષની વયના યુવકને વિ. સં. ૧૯૭૧ના માગસર વદ ૪ના દિવસે દિક્ષા આપી તેમનું નામ મુનિશ્રી, પદ્મવિજયજી મ. રાખીને પૂજ્યશ્રીના શિષ્ય બનાવ્યા હતા. આ શિષ્ય પૂજ્યશ્રીના ૧પમાં શિષ્ય હતા.
૩૮૫
Jain Education International
For Privafe & Personal Use Only
www.jainelibrary.org