________________
શ્રી નેમિ સૌરભ કુંભારીઆઇમાં શેઠશ્રી મનસુખભાઈએ એક ધર્મશાળા પણ બંધાવી છે.
આપણુ ચરિત્ર નાયક પૂજ્યશ્રીએ શ્રી કુંભારીયા તીર્થની ભાવપૂર્વક ઉલ્લાસે યાત્રા કરી. જિનાલયે બહુજ સુંદર રીતે નિહાળી તથા વહીવટી ખામીઓ તરફ અંગુલી નિર્દેશ કર્યો. જર્ણ મદિરને જોઈને પૂજ્યશ્રીને જિણોધાર કરાવવાની ભાવના થઈ હતી. ત્યાં તે તીર્થની યાત્રા માટે અને પૂજ્યશ્રીના વંદનાથે શેઠ શ્રી પ્રતાપસિંહ મોહનલાલ, શેઠ ચમનલાલ લાલભાઈ, શેઠ લાલભાઈ ભેગીલાલ, શેઠ માણેકલાલ મનસુખભાઈ વિગેરે
અમદાવાદના શેઠીયાઓ પૂજ્યશ્રીની સામે બેઠા છે.
જ તેમનામાં એક અદભુત ગુણ હતો. જ્યાં જ્યાં તીથ યાત્રા માટે જાય ત્યાં ત્યાં તે તીર્થ સ્થાનમાં લાગણીથી તપાસ કરતા અને જે જે વસ્તુની ખામી હોય તેની પુરતી કરતા તથા ત્યાં આધાર આદિ કાર્યોમાં સારી એવી રકમ આપતા. અનેક સ્થાનોએ તેમણે ધર્મશાળાઓ બંધાવી છે.
૨૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org