________________
શ્રી નેમિ સૌરભ
કલેલવાલા શા. ગેરધનદાસ અમુલખને શેરીસાના પહેલા જિર્ણ જિન-મદિરવાળી અને આજુબાજુના ખંડેર રૂપે પડેલી જગ્યા જે ગાયકવાડ સરકારના તાબામાં છે. તે આપણે વેચાણ લઈ લેવી એવી સુચના પૂજ્યશ્રીએ આપી.
ગોરધનદાસે તે જમીન પૂજ્યશ્રીની પ્રેરણાથી “જૈન તત્ત્વ વિવેચક સભા”ના નામે લઈને તેને પાકે દસ્તાવેજ પણ કરાવી લીધો. શેરીસાથી કલોલ થઈ પૂજ્યશ્રી કડી પધાર્યા. ત્યાં સંઘમાં કુસંપ હતું. તેને દૂર કરાવીને શ્રી સંઘમાં એકતા સ્થાપી. ખુશાલીમાં કડીના સંઘે અઠ્ઠાઈ મહેસવ કર્યો અને તે સાથે જમ્યા.
પૂજ્યશ્રી કડીથી ભોયણી તીર્થની યાત્રા કરી, સુરજ, રાજપૂર થઈ પાનસર પધાર્યા. પાનસરમાં થોડા સમય પહેલા જ જમીનમાંથી પ્રાચીન ભવ્ય પ્રતિમાજી નિકળ્યા હતા. તે ચમત્કારી અને અલૌકિક પ્રતિમાજીના દર્શનાર્થે પૂજ્યશ્રી પધાર્યા. આજુ બાજુથી ઘણા લેકે દશનાર્થે આવતા. પૂજ્યશ્રી પણ તે પ્રાચીન અદ્ભુત પ્રતિમાજીના દર્શન કરી પાવન થયા જિનગુણ ગાઈ મુખ મીઠું કર્યું. ત્યાં રહેતા લોકોને પૂજ્યશ્રીએ ફરમાવ્યું કે, “આવા અલૌકિક પ્રાચીન પ્રતિમાજી અહીંથી નિકળ્યા છે. આ પ્રભાવિક પ્રતિમાજીને અહીં જ ભવ્ય જિન-મદિર બંધાવી પધરાવવા જોઈએ. જેથી તીર્થ સ્વરૂપે શાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org