________________
શ્રી નેમિ સૌરભ તેઓશ્રી સપરિવારે વિચરતાં વિચરતા એકવાર શ્રી શેરીસા નગરે પધાર્યા. નગર બહાર એક સ્થાન તેઓશ્રીને બહુ જ ગમ્યું. વારંવાર તેઓ ત્યાં આવીને કાર્યોત્સર્ગ ધ્યાને રહેવા લાગ્યા.
તે સ્થાને વારંવાર ધ્યાન અવસ્થામાં સૂરિજીને જોઈને એક શ્રદ્ધાળુ શ્રાવકને મનમાં વિચાર આવ્યું કે, પૂજ્ય સૂરીશ્વરજી જિન મંદિર કે ઉપાશ્રય છોડીને અહીં ! નગર બહારના સ્થાને કાત્સર્ગ કેમ કરતા હશે ? તે શ્રાવક મહાનુભાવને વારંવાર મનમાં વિચાર થાય છે. એક વખત સમય જોઈને પૂ. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજને જિજ્ઞાસા ભાવે સવિનયે પૂછ્યું: “ભગવંત! આપ અહીં જ આ સ્થાને કાર્યોત્સર્ગ કરવા પધારે છે ? તેમાં કઈ વિશિષ્ટતા હશે ? તે જણાવવા એગ્ય હોય તે કૃપા કરી આ સેવકને જણાવે.
ધર્મ શ્રદ્ધાળુ શ્રાવકની જિજ્ઞાસા જાણીને સૂરિ ભગવંતે જણાવ્યું કે, “હે મડાનુભાવ ! આ સ્થાન અતિ પવિત્ર છે. અતિ પવિત્ર એટલા માટે છે કે, અહીં જમીનમાં એક મોટી પાષાણની પાટ રહેલી છે, એ પાટપુરૂષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય-ભૂતિ સજવા માટે સર્વથા યેગ્ય અને ઉત્તમ છે. આ જ હેતુથી હું અહીં આવી વારંવાર કાઉસ્સગ્ન કરું છું.”
સૂરીશ્વરજીના મુખે આ વિગત સાંભળીને તે શ્રદ્ધા
૩૮૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org