________________
શ્રી નેમિ સૌરભ લાભને વિચાર કરીને પૂજ્ય પંન્યાસજી વિગેરે મુનિ ભગવંતો સાથે અમદાવાદ તરફ વિહાર કર્યો.
રસ્તામાં નાના મોટા અનેક ગામો આવતા ત્યાંના જેનેને જિનવાણીના અમૃતપાન કરાવતા કરાવતા અનુકામે તેઓશ્રી સરખેજ પધાર્યા.
વિહાર કરતાં સાધુ ભગવંતો ચરિત્રનાયક પૂજયશ્રી સંઘના આગેવાને પૂજ્ય પંન્યાસજી મહારાજની ઘણી જ આતુરતાપૂર્વક રાહ જોતા હતા. સરખેજ પધારવાના ખબર મળતાં જ પાંજરાપોળના ઉપાશ્રયેથી પૂજ્યશ્રી આદિ મુનિવર સરખેજ સુધી સામે ગયા. બીજે દિવસે અમદાવાદના ઘણા આગેવાને શ્રી મનસુખભાઈ છોટાભાઈ ઝવેરી વગેરે ઘણા શ્રાવકે સરખેજ પહોંચ્યા અને વંદન કરી સુખશાતા પૂછી.
પૂજ્ય પંન્યાસજી મહારાજને પ્રવેશ મહોત્સવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org