________________
શ્રી નેમિ સૌરભ
ત્ર માસની ઓળીની ભવ્ય આરાધના ખંભાત કરાવીને માતર પધાર્યા.
આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી શ્રી માતર તીર્થ પાસે મેલાવ નામનું ગામ હતું. ત્યાંના શ્રાવકેને ઉજમણું કરાવવું હતું. તે પ્રસંગે ત્યાં પધારવા માટે પૂજ્યશ્રી પાસે આવી ખૂબ આગ્રહથી વિનંતિ કરી. પૂજ્યશ્રીએ તે વિનંતી સ્વીકારીને તે તરફ વિહાર કર્યો.
(૫) માગમાં “દેવા' મુકામે શાખ સુદ પાંચમે મુમુક્ષુ ઉજમશીભાઈ ઘીયાને દીક્ષા આપી. તેમનું નામ મુનિ શ્રી ઉદયવિજયજી રાખ્યું. પછી “દેવાથી મેલાવ” પધાર્યા. અને ત્યાં ખૂબ ધામધૂમથી ઉદ્યાપન મહત્સવ થ.
મુનિશ્રી ઉદયવિજયજીની દીક્ષાના સમાચાર તેમના સંસારી કુટુંબીજનોને ખંભાત મળતાં તેઓ મેલાવ આવ્યા. અને મેહ-વશ થઈને તેમણે થડે કે લાહલ કર્યો.
પૂજ્યશ્રીએ તેમને સમજાવ્યા. નવદીક્ષિત મુનિશ્રીએ સંપૂર્ણ મક્કમતા દર્શાવી એટલે કુટુંબીઓ શાન્ત થયા. તેમના કુટુંબીઓએ ખુબ આગ્રહ કર્યો કે, “મુનિશ્રીની વડી દીક્ષા ખંભાતમાં જ કરે.” પૂજ્યશ્રીએ પણ તેમના સંતેષ માટે વડી દીક્ષા ખંભાત રાખવાનું સ્વીકાર્યું.
- ૨૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org