________________
શ્રી નેમિ સૌરભ
- સંવેગમાર્ગમાં શિરેમણિભુત પૂજ્ય મુનિશ્રી બુદ્ધિવિજયજી (બુટેરાયજી) મહારાજના પુન્યપ્રતાપી ચંદ્ર છાયાવત્ શીતળદાયી શિષ્ય મુનિરાજ શ્રી વૃદિચંદ્રજી મહારાજને શિષ્ય પંન્યાસજી શ્રી નેમવિજ્યજી ગણીને તે પદ આપવાને નિરધાર કરવામાં આવ્યું.
પૂ. પંન્યાસજી શ્રી નેમવિજયજી વગેરે મુનિવર્ગની તથા ભાવનગરના શ્રીસંઘની પ્રથમ ઈરછા પંચાસજી શ્રી ગંભીરવિજ્યજી ગણિવર્યને આચાર્યપદ આપવાની હતી. પરંતુ તેમાં દાચકની (વિધિપૂર્વક ગદ્વહન કરીને પદસ્થ થયેલા અને તેઓને પદવી આપી શકે તેવા વડીલ મુનિરાજની ) અપેક્ષા હોવાથી તે વિચાર ફુલીભુત થઈ શકે તેવું ન હતું. .
દરેક વાતે પૂજ્યપાદ પંન્યાસજી શ્રી ગભીરવિજયજી મહારાજ સાહેબ સુગ્ય હોય. તે વિષે તેમણે કહ્યું “ભાઈઓ મારી ઉંમર પાકી થઈ છે.” આ શાસનધુરા માટે પંન્યાસ શ્રી નેમવિજયજી ગણિ બરાબર છે. પૂજ્ય પંન્યાસજી મહારાજને જવાબ સાંભળીને શ્રીસંઘે તે પ્રમાણે નિર્ણય કર્યો.
ઉપર પ્રમાણે નિર્ણય કરી બહારગામથી જૈન સમુદાચના આગેવાન ગૃહ પધારી શકે તે માટે ભવ્ય કુમકુમ પત્રિકા બહાર પાડવામાં આવી, તે શહેરે ઉપરાંત સેંકડે
૧૭
૨પ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org