________________
શ્રી નેમિ સૌરભ ગૌતમ સ્વામીજી શ્રી મહાવીર પ્રભુને સમરતા હતા, તેમ આપશ્રીનું મરણ પ્રવર્તકજી કરી રહ્યા છે; માટે આપશ્રી વેલાસર અહીં પધારે તે સારું.”
આ સમાચાર મળતાં જ પૂજ્યશ્રી મુનિક વિજ્ઞાન વિજયજી મ. ને સાથે લઈને ઉગ્ર વિહાર કરી ખેડા તરફ ગયા. તેમણે ત્યાં જઈ પૂજ્યશ્રી પધારી રહ્યાના સમાચાર આપ્યા. એ સાંભળીને યશવિજયજી મ. ને પૂબ સંતેષ થયે. પણ તેમની તબીયત બગડતી જતી હતી. ઉત્તમ વૈદરાજેન્ડાકટરે તબીયતને કાબૂમાં લેવામાં તત્પર હતા. પણ પ્રવર્તકજી મહારાજને જાણે ભાસ થયે હેય, તેમ તેઓ એકાએક સૌના આશ્ચર્ય વચ્ચે સંથારામાં બેઠા થઈ ગયા. દ–ડોકટરોને દુર કર્યા. પલાઠીવાળી ટટ્ટાર બેસીને પંન્યાસજી મ. ને કહ્યું : “તમે મને મહાવ્રતના આલાપક સંભળાવો.”
પંન્યાસશ્રીએ પણ તરત જ આલાપક-આલાવા બોલવા માંડયાં. તેઓ મૂળપાઠ બોલતા જાય, અને તેના સ્પષ્ટ અથ પ્ર. શ્રી યશોવિજયજી કરતા જાય. આવી નરમ તબીયતમાં પણ આવી અપૂર્વ સમાધિના દર્શન કરી ત્યાં ઉભેલા સૌ નવાઈ પામી ગયા.
આલાવાનું ઉચ્ચારણ ચાલુ જ હતું. સકલ સંઘ ત્યાં હાજર હતે. પંન્યાસજી મ. છેલ્લે આલા ધીમે ધીમે
૩૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org