________________
શ્રી નેમિ સૌરભ અને શેઠ આ. કે. ની પેઢી એક સ્ટેટ તરીકે ઓળખાતી. કેટલાક વિશેષ અધિકાર હતા. વર્તમાન રાજ્ય કાર્યકર્તાને તે આખના કણાની જેમ ખુંચતા હતા. મેં
આ. ક. પેઢીને મૂળ ગરાસીયા હકક નાબુદ કરવા જાતજાતની મુશ્કેલીઓ ઊભી કરી જેમકે સ્ટેટની પરવાનગી વગર ડુંગર ઉપર રીપેરકામ ન થાય. દેરાસરના કેટની અંદર આવેલ શેઠ કેશવજી નાયકને બંગલો જુનાગઢ સ્ટેટે કબજે કરી ત્યાં ટેટનું ગેસ્ટ હાઉસ ઉભું કર્યું. શ્રી નેમિનાથ ટુંકના પ્રવેશ દ્વાર ઉપર ઓરડે રાયે કબજે કર્યો. કિલ્લાની અંદરની છુટી જમીન કબજે કરી. એવી અનેક હરકતે રાજ્ય તરફથી કરવા લાગ્યા. તેથી જુનાગઢની શેઠ દેવચંદ લમીચંદની પેઢી (આ. ક.) પેઢીની શાખા છે) એ જુનાગઢની કોર્ટમાં કેસ કર્યો. અને કેસમાં પ્રખ્યાત બેરીસ્ટર ડી. બી. શુકલને આપણું તરફથી રાખ્યા.
મૂળ ગરાસિયા સ્ટેટસ કે જે આપણે પરંપરાથી મળે છે જે આપણે હારી ગયા. જેથી આપણે જુનાગઢ હજુ૨ કેટમાં અપીલ કરી. આ વખતે પણ આપણા ખુબજ શ્રમ લઈને અને અનેક પુરાવાઓ એકત્ર કર્યા અને શ્રી ગોકળદાસ અમથાશાહ પાસે તેને ઈગ્લીશમાં દલીલે રૂપે તૈયાર કરાવ્યા. અને ચિવટભર્યું. માર્ગદર્શને આગેવાનેને પૂજ્યશ્રી આપતા :
१८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org