________________
શ્રી નેમિ સૌરભ નીચલી કોર્ટમાં એક વખત હારી ગયા હોવાથી હવે બેરિસ્ટર ડી. બી શુકલને પરસ્પર સમાધાન કરી લેવું એ વિચાર આવ્યો. મી. શુકલે તે વિચાર શ્રી આ. ક. ની પેઢીના પ્રતિનિધિ શેઠ અંબાલાલ સારાભાઈને કરી. શેઠે કહ્યું, આ વાત અમારા વિદ્વાન ધર્મગુરૂ મહારાજ ને સમજો અને તેઓ તૈયાર થાય તે જ અમે સહમત છીએ.
હવે મી, શુકલને લઈને શ્રી અંબાલાલ સારાભાઈ પૂજ્યશ્રી પાસે આવ્યા. મી. શુકલ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને બેઠા. બેરિસ્ટરના મનમાં એમ હતું કે મહારાજ કાયદાની બાબતમાં શું સમજે ? તેમને સમજાવતા કેટલી વાર ? પૂજ્યશ્રી સાથે મી. શુકલ વાતચિત કરવા લાગ્યા અને કહ્યું કે, અત્યારે આપણે હાયાં છીએ, તે આગળ પણ હારવા સંભવ ખરો.” વિગેરે વાત કરતા સ્ટેટ સાથે સમાધાન કરવું એગ્ય છે. એમ જણાવ્યું.
પૂજ્યશ્રી પાસે અનેક પુરાવાઓ હતા. સમાધાન કરવાના વિચારના નહીં. એટલે મકકમપણે કડક બોલ્યા કે તરતજ મી. શુકલે કહ્યું, “આપ સાધુ મહારાજ છે એટલે કાયદાની બાબતમાં વિશેષ સમજ ન પડે.” આ સાંભળીને બાજુમાં બેઠેલા શેઠશ્રી અંબાલાલભાઈએ કહ્યું કે મિ. શુકલ આવી ભાષા બંધ કરે, અને પૂજ્ય મહારાજ શ્રી જે કહે તે શાન્તિથી સાંભળી સવાલ જવાબ
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org