________________
શ્રી નેમિ સૌરભ
તીર્થરક્ષા માટે સતત પરિશ્રમ કિરણ સાડત્રીસમું.
વ્યર્થ વાતો માં આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રી એક મિનિટ પણ બગાડતા નહોતા. તેઓશ્રીને સઘળો સમય વિશ્વહિતકર શ્રી જિનશાસનના અંગભૂત તીર્થો, સંઘે શા વગેરેની શ્રેષ્ઠ ભકિત અને સુરક્ષા આદિના ઉપદેશ વગેરેમાં જ સાર્થક થાય છે. એવી સ્પષ્ટ છાપ તે સમયના સર્વ ગામ-નગરના સી જેનભાઈએ પર પડી હતી. એટલે જે કઈ પુણ્યશાળી તેઓ શ્રી પાસે જતા, તે તે શાસનભકિતની વાત લઈને જ જતા. શુદ્ધ ચરિત્રના કોષ્ઠ પ્રકાશ વડે પાપરૂપી તિમિરને હણતા.
શાસન પ્રભાવના કાર્યોની સાથે સાથે આપણું પવિત્ર અને મહાનતીર્થો શ્રી શત્રુંજય, સમેતશિખરજી, ગિરનારજી, તારંગાજી વિગેરેના કેસ પણ ચાલુજ હતા શ્રી ગિરનારજી તીર્થને કેસ શેઠ લાલભાઈ દલપતભાઈના સમયથી ચાહુ હતું. એમાં બનેલું એવું કે સેંકડે વર્ષોથી જુનાગઢ ઉપરની તમામ જમીને, ધર્મશાળાઓ દેરાસરાના અબાધિત હકક જૈન કવેતામ્બરે હતે.
૩૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org