________________
શ્રી નેમિ સૌરભ ' વર્તમાનકાળમાં આપણે એવી રથયાત્રા કાઢીએ, તે તેનાથી થનારા લાભ જાણી લે.(૧) અન્ય દર્શનીયઓને પણ બેધિ બીજ ની પ્રાપ્તિ થાય. (૨) જૈન શાસનને મહિમા વધે. (૩) રથયાત્રા કાઢનાર ભાવિકને પણ પુણ્યાનુબંધીપુણ્યનું-ઉપાર્જન થાય. એવા અગણિત લાભે વર્ણવ્યા.
વળી પૂજ્યશ્રીએ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુનાં આપણું ઉપર કેવા અનય ઉપકારો છે, તે પરમતારક શાસનના પ્રતાપે આપણે આજે સનાથ છીએ; માટેજ પ્રભુ શ્રીના ઉપકારને હદયમાં રાખીને તેઓશ્રીના પાંચે કલ્યાણકે ની રથયાત્રા પૂર્વક ચઢતે પરિણામે ઉજવણી કરવી જોઈએ.
પૂજ્યશ્રીની અમી રસ ઝરતી ધર્મદેશનાને વધાવી લઈને શ્રોતાઓએ નિર્ણય જાહેર કર્યો કે, “અમે પ્રભુના પાંચેય કલ્યાણકના દિવસે ભવ્ય રથયાત્રા કાઢીને ઉજવણી કરીશું.” - દિવસો જતાં કેટલી વાર લાગે. શ્રી વીર પરમામાના પહેલાં જ વન કલ્યાણ કેને અષાઢ સુદ છઠને પવિત્ર દિવસ આવી પહોંચે. સુદ પાંચમને દિવસે વ્યાખ્યાનમાં રથયાત્રા માટે ઉછામણી લાવી તેમાં અદભુત ઉછરંગ અને ઉલ્લાસ આવ્યું. જેથી હજારો રૂપિયાની ઉછામણીઓ થઈ એ વખતને ઉત્સાહ આજે આપણને જોવા ન મળે. એક એકથી વધુ ચઢાવા લેવા ભાવિકે ઉત્સુક હતા.
૩૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org