________________
શ્રી નેમિ સૌરભ સાધુ મહારાજેને અમારા સર્વેના ૧૦૦૮ વાર વંદના પહોંચે. એજ કસ્તુરભાઈના વંદના.”
આ અરસામાં જર્મનીના વિખ્યાત વિદ્વાન ત્યાંની લિઝીક યુનિવર્સિટીના સ્નાતક અને જૈનદર્શનના વિશિષ્ટ અભ્યાસી ડે. હર્મન જેકેબી ભારતના જુદા જુદા શહેરમાં બિરાજતા પૂ. આ. શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજ આદિ આચાર્યો તથા મુનિવરેની મુલાકાત લેતાં લેતા અમદાવાદ આવ્યા.સવારે વ્યાખ્યાન ઉઠવાના ટાઈમે વકીલ કેશવલાલ પ્રેમચંદ મેદી (બી.એ.એલએલ.બી.)ને સાથે લઈને પૂજ્યશ્રી પાસે આવ્યા પૂજ્યશ્રી સાથે તેમણે વિવિધ વિષને લગતી ચર્ચા કરી. પૂજ્યશ્રી સંસ્કૃતમાં બોલતા, અને ડે. જે કેબી સંસ્કૃત તથા ઈગ્લીશમાં પણ બોલતા.
એક પ્રાશ્ચાત્ય વિદ્વાનને પૂજ્યશ્રી પાસે આવેલા જોઈને ઉપાશ્રયમાં જિજ્ઞાસુ જનસમુહ ખૂબ ભેગે થઈ ગયે.
છે. જેકેબીએ શ્રી ભગવતીસૂત્ર તથા શ્રી આચારાંગ સૂત્રને ઈગ્લશ અનુવાદ કરેલ તેમાં કેટલેક ઠેકાણે નોંધપાત્ર ભૂલો થવા પામી હતી. તે બાબત પૂજ્યશ્રીએ તેમને પ્રસંગોપાત સૂચન કર્યું. આ વખતે શા. ગાકી દાસ અમથાશાહે પણ તેમને જેન સિદ્ધાન્તનું સંપૂર્ણ પરિશીલન કર્યા પછી જ અનુવાદ જેવું કાર્ય કરવા માટે મીઠા શબ્દોમાં અનુરોધ કર્યો.
૩૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org