________________
શ્રી નેમિ સૌરભ કર્ઝન આબુ-તીર્થના દર્શનાર્થે આવ્યા. તે વખતે મુંબઈથી શેઠ વીરચંદ દીપચંદ આદિ શેઠીયાઓ સાથે આવ્યા હતા. અને અમદાવાદથી આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીને દીર્ઘદૃષ્ટિભરી સૂચનાથી શેઠ શ્રી લાલભાઈ પણ બરોબર તે સમયે આબુ પહોંચ્યા.
લેડ કર્ઝન એક ઉત્તમ કલાપારખુ હતા. તેઓ આબુજીના અતિભવ્ય જિનમદિરો જોઈને કલાની પૂર્ણ પ્રસંશા કરો, આ આબુની કલા-કારીગરી તેમની આંખે વસી ગઈ, તેમણે એવી ઈચ્છા પ્રગટ કરી કે “અમને યુરોપીયને (સરકારને) આ જિર્ણ દેરાસરોને ઉધાર કરવા દે તે અત્યંત સુંદર અને બિન હરિફ વ્યવસ્થા થઈ શકશે.”
આ સાંભળીને શ્રી લાલભાઈ શેઠે વિનયપૂર્વક કહ્યું : “સાહેબ! એ જિર્ણોદ્ધાર તે અમે જ કરાવી લઈશું.” (શેઠ આણંદજી કલ્યાણજીની પિઢી વતી ) ત્યારે લેડું કર્ઝને કહ્યું, “આ જિર્ણોદ્ધાર માટે ખુબ મોટી રકમ જોઈએ. અમે (સરકાર) ખચી લઈશું.”
પ્રત્યુત્પન્ન મતિવાળા લાલભાઈ શેઠે ગૌરવભર્યો ઉત્તર આપે : “સાહેબ! હિન્દમાં અત્યારે ૨૦ લાખ જૈને છે. હું 3ળી લઈને એક એક જૈન પાસે જિર્ણોદ્ધાર માટે એક એક રૂપિયાની માંગણી કરૂં તે વીશ લાખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org