________________
શ્રી નેમિ સૌરભ હતી. આ બંધારણના પુનર્રચના-પ્રસંગે એકત્ર થયેલા ગામેગામના પ્રસિદધ સહસ્થોમાંના ભાવનગર નિવાસી અમરચંદ જસરાજ, શેઠ રતનજી વીરજી, શેઠ કુંવરજી આનંદજી, તેમજ સુરત તેમજ આદિ શહેરના આગેવાને સહિત શેઠ મનસુખભાઈ એકવાર પૂજ્યશ્રી પાસે બેઠેલા. વાતવાતમાં તીર્થ રક્ષાની વાત નીકળી. એ વખતે શેઠશ્રીએ પૂજ્યશ્રીને વિનમ્રભાવે પૂછયું: “સાહેબ અત્યારે શ્રી શત્રુંજ્ય, શ્રી સમેતશિખર, ગિરનાર, તારંગા વગેરે તીર્થો અંગેના પ્રશ્નો આપણી સમક્ષ પડયા છે. તીર્થોના હકક-રક્ષણ બાબતમાં સલાહ-સૂચન કે માર્ગ દર્શન લેવા માટે આપ શ્રીમાન જ અમારા સૌના આધાર
સ્થાન છે. “ન કરે નારાયણ” ને કઈ એવો ગુંચવાડે ઊભે થાય, તે આપશ્રી અહીંથી વિહાર કરીને કેટલા દિવસમાં રાજકોટ પહોંચી શકે ?”
પૂજ્યશ્રીએ ફરમાવ્યું: “ઝડપી વિહાર કરીને ત્યાં પહોંચવામાં પણ પંદર દિવસ તે લાગે.”
* આ પ્રશ્ન પૂછવાનો હેતુ એ કે રાજકોટમાં પિલિટિક્સ એજન્ટ રહેતા હતા. સૌરાષ્ટ્રમાં આવેલા આપણા તીર્થોની રક્ષા વિગેરેના પ્રશ્નો પતાવવા માટે પોલિટિકલ એજન્ટને પૂજ્યશ્રી મળે, સમજાવે તે ઘણો જ ફાયદો આપણા જન સંઘને થાય. પૂજ્યશ્રી રાજકોટ પધારે તે પોલિટિકલ એજન્ટને વારંવાર મળવાનું શકય બને. માટે જ પૂછીને આવો પ્રશ્ન પૂછે. "
૩૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org