________________
શ્રી નેમિ સૌરભ તેમાં વળી સિંહ ગજના જેવી જુસ્સાદાર વાણી તે ભલભલાને અસર કરે ને ક્ષણવારમાં જ પિતાના કરે તેવી હતી. - કપડવંજની ભાવિક પ્રજા બહુજ શ્રદ્ધાનંત વિવેક સંપન્ન હતી. પૂજ્યશ્રીની વ્યાખ્યાન શૈલી પણ અતિ તેજસ્વી હતી. દિનપ્રતિદિન લેકે તમય થઈ સાંભળી રહ્યા હતા. પ્રતિદિન સંખ્યા વધતી જતી હતી. ઉપાશ્રય હાલ નાને પડવા લાગે.
પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં ગદ્વહનની ક્રિયા ચાલી રહી હતી. એ સર્વાનુગમય શ્રી ભગવતીજી સૂત્રની અનુજ્ઞા સ્વરૂપ મણિપદ તથા પન્યાસ પદથી ત્રણે મુનિ ભગવંને અલંકૃત કરવાનું શુભ મુહૂર્ત નજીક આવ્યું.
આ પ્રસંગે કપડવંજના શ્રી સંઘે વિચાર્યું કે, આપણા મહાન ભાગ્યદયેજ આ શુભ અવસર આપણને મચે છે. શાસન સમ્રાટને ભકત વર્ગ બહુ વિશાળ છે. તેથી આ પ્રસંગ આપણને ભાગ્યે જ મળે માટે અતિ ઉમંગથી અને ઉલ્લાસ ભાવે ઉજવવાને કપડવંજના શ્રી સંઘે નિર્ણય કર્યો.
સૌના મનમાં એક જ ભાવ કે શાસન શેભા અપૂર્વ રીતે કરી આપણી જિંદગી પાવન કરવી. એક એકથી સવાઈ સામગ્રી એકઠી કરવા માંડી.
૩૫૨
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org