________________
શ્રી નેમિ સરભ
મુનિઓને ભણાવનાર ત્રણા શાસ્ત્રીઓના સત્કારને માટે મેટી રકમના સેનાના દાગીના તથા શાલોટા વિગેરેની બક્ષીસ કરવામાં આવી હતી. તથા બીજા માણસોને પણ મોટી રકમના સોનારૂપાના દાગીના, પાઘડી, શાલ વિગેરેની સારી બક્ષીસે આપવામાં આવી હતી.
આ મહેસવ પ્રસંગે ઉપર મુજબ અઠ્ઠા મહોત્સવ પાંચ નકારશી, અને છ શ્રીફળની પ્રભાવના વિગેરે ધર્મકાર્ય થયા હતા. '
વળી કપડવંજના શ્રીસંઘે પેશીયલ ટ્રેન મુકાવી, આવેલા જેન ભાઈઓને સગવડ કરી આપી હતી.
પવિત્ર મહાન પુરૂષે જ્યાં જ્યાં વિચરે છે, ત્યાં ત્યાં ધર્મનિ ઉદ્યોત થાય છે, તેમાં કાંઈ નવાઈ નથી.
૧. ષડદશનવેત્તા અને ભારતભરમાં અતીય સંસ્કૃત વિદ્વાન શ્રી શશિનાથ ઝા, પંડિતવરશ્રી મુકુંદ ઝા અને પંડિતવરશ્રી વિક્રમ ઠકકુર, એ ત્રણ શાસ્ત્રી છે. આ ત્રણ શાસ્ત્રીજી તથા બીજા પણ કેશવ ઝા, વગેરે શાસ્ત્રીએ વર્ષોથી પૂજ્યશ્રી ના શિષ્યોમાં અધ્યાપન માટે રહેતા. તેને પગાર વિ. સર્વ ખર્ચ શેઠ શ્રી મનસુખભાઈ જ કાયમ આપતાં અને શેઠશ્રીના સ્વર્ગવાસ પછી શેઠશ્રી માણેકલાલભાઈએ પણ એજ રીતે પંડિતોને સર્વ ખચે પિતાના તરફથીજ વર્ષો સુધી આપ્યો હતો. જ્ઞાન અને જ્ઞાનની ભક્તિનું આ એક જવલંત અને . અનુદનીય દાંત છે,
૩૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org