________________
શ્રી નેમિ સૌર
આ સાંભળીને શેઠે વિન'તી કરી : “કૃપાળુ શાસનના હિત માટે પૂર્વના મહાપુરૂષોએ અપવાદ તરીકે ડોલીનાપાલખી વિગેરેના ઉપયેગ કર્યાનુ સભળાય છે, તે આપશ્રી પણ આવા પ્રસંગે અપવાદરૂપે ડોલીને ઉપયોગ કરો તે શે વાંધા ?' શેઠના શબ્દોમાં અપૂર્વ ગુરૂભક્તિ
ભર્યા હતા.
પૂજ્યશ્રીએ કહ્યું : ‘મહાનુભાવ ! હું” પૂર્વના મહા પુરુષોની કેટિને નથી,' કે જેથી હું તેએનું અનુકરણ કરી શકું.”
66
કેવી મહાનતા છતાં કેવી લઘુતા ?
પૂજ્યશ્રીની આ વિનમ્રતા જોઈ ને શેઠ ગદ્ ગદ્ થઇ ગયા. પણ શેઠે તે કહ્યું : “સાહેબ ! અમારે મન તા આપ શ્રી મહાન પુરૂષ જ છે. કારણ કે હીરા મુખસે ના કહે, લાખ હમારા મૂલ.”
રગ-રગમાં ગુરૂ ભક્તિ અને તી ભકિતના આ પ્રસંગે આપણને ભવ્ય દર્શન થાય છે, અને એ દશનની સાથે જ આપણા મુખમાંથી ઉદ્ગાર સરી પડે છે : ધન્ય શેઠ! ધન્ય ભાવના ! અને ધન્ય ગુરુ ભકિત !
જ્યારે જ્યારે આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી અમદાવાદમાં બિરાજતા હાય, ત્યારે શેઠશ્રીની દિવસભરમાં એક વાર તા અચૂક હાજરી હાય
કદાચ
Jain Education International
૩૪૮
For Private & Personal Use Only
www.jainelibrary.org