________________
શ્રી નેમિ સૌરભ
રૂપિયા થઈ જાય. આ મંદિરે બાંધનારાઓના વારસદારે ઉત્તમ શિલ્પીએ છે તેમની પાસે કરાવી લઈશું.”
આ જવાબ સાંભળીને સમિત વદને લેડ કર્ઝન બોલ્યા. ‘લાલભાઈ, હું પણ જાણે છે કે હિન્દુસ્તાન ને એક તૃતીયાંશ વ્યાપાર તમારા-જૈનેને હાથમાં છે. એટલે તમે આ તીર્થોદ્ધારના ખર્ચ માટે સમર્થ છે જ.”
* શેઠ વીરચંદ દીપચંદ વગેરેને પણ થયું કે પૂ. શાસન સમ્રાટશ્રીની સૂચનાથી શેઠ લાલભાઈ અવસરે આવી પહોંચ્યા તે બહુ જ સારું થયું. -
આવા બાહોશ હતા શેઠ લાલભાઈ.
તેમને આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રી ઉપર અનન્ય શ્રધ્ધા હતી. પૂજ્યશ્રીને તેઓ પિતાના ગુરૂ માનતા. અને શાસનના-તીર્થ સંરક્ષણના દરેક કાર્યો તેઓ પૂજયશ્રીની સલાહ-દોરવણી અનુસાર જ કરતા.
શ્રી ગીરનાર તીર્થને વહીવટ પણ આ. ક, ની પેઢી હસ્તક થયે. તે પૂજ્યશ્રીથી કુનેડભર્યા માર્ગ દર્શન અને શેઠશ્રીની કાર્યદક્ષતાને જ આભારી છે. શ્રી સમેતશિખર વગેરે તીર્થોની રક્ષા-વ્યવસ્થા માટે તેમણે ઘણે જ ભેગ આપે. તેઓ સં. ૧૯૬૮ના જેઠ વદી પાંચમને દિવસે એકાએક સ્વર્ગવાસી બન્યા. *
૩૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org