________________
શ્રી નેમિ સોરભ
-
તેનું વ્યવસ્થિત બંધારણ (પ્રોસીડીંગ) ઘડવામાં આવ્યું. અને પેઢીના પ્રતિનિધિ તરીકે ભારતના જુદા જુદા પ્રાન્તમાંથી ચૂંટીને લગભગ ૧૦૯ સદગૃહસ્થને નિમવામાં આવ્યા. અને પ્રમુખસ્થાન નગરશેઠે પિતે સંભાળ્યું. તે વખતે પ્રતિનિધિઓની કમિટિએ ઠરાવ્યું કે, “આ. ક. ની પેઢીના પ્રમુખ નગરશેઠ શાન્તિદાસના વંશ જ હોય તે જ બને, અને વહીવટદાર પ્રતિનિધિ અમદાવાદના સ્થાનિક રહેવાસી હોય તે જ બની શકે.” આ રીતે પેઢીની રચનાત્મક બંધારણ સહિત સ્થાપના થઈ હતી. તીર્થોની વ્યવસ્થા સુંદર રીતે થવા લાગી. આ સં. ૧૯૪૩ માં શેઠ શ્રી પ્રેમાભાઈના સ્વર્ગવાસ પછી પેઢીના પ્રમુખ તરીકે તેમના પુત્ર શ્રી સયાભાઈ નગરશેઠ બન્યા હતા. ત્યાર પછી વખતચંદ શેઠને વંશજ સરદાર શેઠ લાલભાઈ દલપતભાઇ પ્રમુખ બન્યા. તે એક બાહોશ મુત્સદ્દી અને પેઢીના સુકાની તરીકે તેઓ વિખ્યાત થયા. તેમની કાર્યદક્ષતાથી બ્રિટીશ સરકારે “સરદાર નું ઈલકાબ આપ્યું હતું. તેઓ ગમે તેવા સંગોને પણ અદભુત કુશળતાપૂર્વક પાર ઉતારવા, એ એમની જીવનસિદ્ધિ હતી. એને એક જ દાખલ આપણે અહિં જોઈએ. - એક વખત બ્રિટીશ-હિન્દના ના. વાઈસરોય લેડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org