________________
શ્રી નેમિ સૌરભ
કેઈ અનેરી–અનેખી હતી. શ્રી શત્રુંજય ઉપર આવેલી ઉજમફઈની ટુંક એમણે બંધાવેલી. તેમાં નંદીશ્વર દ્વિપની અદ્ભુત રચના છે, તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૮૮૩માં થઈ. અનેક સ્થાનમાં જુદા જુદા ગામમાં ધર્મશાળાઓ અને ઉપાશ્રયે તેમણે બંધાવેલા.
શ્રી પ્રેમાભાઈ શેઠને પિતાને વિશાળ વ્યાપારને માટે તેમણે અમદાવાદ થી ઈન્દોર સુધી પિતાનું ખાનગી ટપાલ ખાતું રાખેલું.
તે વખતે કેટલાક વર્ષોથી પાલિતાણા–રાજ્ય સાથે જેની અથડામણ ચાલતી હતી. એને લાભ લઈને એકવાર (વિ. સ. ૧૯૨-ઈ. સન ૧૮૭૬માં) પાલિતાણા ઠાકોરે શેઠ શ્રી ઉપર ચેરીને આરોપ મૂકો. જો કે તેના પરિણામે નામદાર ઠાકોર સાહેબને શેઠશ્રીની પાસે માફી માગવી પડી હતી. આવા અનિષ્ટ રાજદ્વારી સંગો જોતાં શેઠશ્રીને તીર્થ–રક્ષણની મજબુત વ્યવસ્થા જરૂરી જણાઈ. તેથી જ તેમણે વિ. સં. ૧૯૩૬માં અખિલ હિંદુસ્તાનના સમગ્ર મૂર્તિપૂજક જૈન સંઘનું અમદાવાદમાં સંમેલન ભર્યું હતું.
તે સંમેલનમાં, તીર્થ–રક્ષા માટે શેઠ આ. ક. ની પેઢી, જે પેઢીનું નામ ઘણા વર્ષોથી તીર્થ રક્ષા માટે નગરશેઠ હેમાભાઈ તથા પ્રેમાભાઈ ચલાવતા હતા;
૩૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org