________________
શ્રી નેમિ સૌરભ
અમદાવાદથી ૧૫ માઈલમાંજ શેરીસા પ્રાચીન તીર્થ હતું. તેની કોઈને ખબર પણ નથી. તે તિર્થ સંબંધી પૂજ્યશ્રીએ વિસ્તારથી સર્વ વાત કરી.
હવે આ મહાન તીર્થનો જિર્ણોદ્ધાર કરવાને સમય પાકી ગયે છે માટે આ તીર્થોદ્ધાર કરવામાં ભાગ લો. - રામનાં બાણની જેમ પૂજ્યશ્રીનું વચન પણ અચૂક વેધક નીવડતું. એ
વચનરૂપી બાણ છૂટયું એટલે શ્રાવકે એ વિના વિલંબે શ્રી શેરીસા તીર્થના ઉદ્ધારમાં તન, મન ધન લગાડી દીધા.
પ્રથમ શ્રી મનસુખભાઈ શેઠે તીર્થના ઉદ્ધાર માટે 'ટીપ કરવાની વાત કરી, પૂજ્યશ્રીએ કહ્યું : “એમાં ટીપ શું કરવાની? રપ હજારમાં તે સુંદર જિનાલય થઈ જાય.” આ સાંભળી શ્રી મનસુખભાઈએ તરત જ કહયું “તો સાહેબજી! એ ૨૫ હજાર રૂપિયા તે હું જ
આપીશ.' * આવી ઉદારતા જોઈને ત્યાં બેઠેલાએ શેઠની ઉદારતા ની સહુએ અનમેદના કરી. ધન્ય તીર્થ ભકિત, ધન્ય ગુરૂ ભકિત, ખરેખર આવા કેષ્ઠિરત્નથી જ જૈન શાસન શેભતું આવ્યું છે. એટલામાં સામૈયું આવી પહોંચ્યું.
૩૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org