________________
શ્રી નેમિ સૌરભ
પૂજ્યશ્રીએ સોને જમણે રસ્તે ચાલવાનું કહ્યું. થડે દૂર આવ્યા એટલે એક કપાસનું ખેતર આવ્યું. ત્યાં કેડીના રસ્તે ચાલ્યા. અને થોડીવારમાં એગણેજ ગામ આવી ગયું આજે માગશર સુદ ૧૦ ને દિવસ હતે.
મહાપુરુષોને દેવે પણ સહાય કરે છે. તે આપણને અહિં જોવા મળે છે.
શેરીસાથી વિહાર કરીને કેટલાક મુનિવરે અને યશવિજયજી વિગેરે સિધા જ એગણેજ આવી ગયા હતા. તેઓ પૂજ્યશ્રી વિગેરેની રાહુ જોતા બેઠા હતા. ચિંતા કરતા હતા કે આજે મેટા મહારાજશ્રી વગેરેને આવતા વાર કેમ લાગી? "
એટલામાં પૂજ્ય શ્રી વિગેરે સાધુ આવી પહોંચ્યા. ગોચરી પાણી વાપરીને પરસ્પર વાત કરતા, આકાશમાં દિવ્યવાણી થયેલ તથા નાગરાજ માગ માં દેખ્યાની તથા એકાએક ઘોડેસ્વાર આવ્યું અને સાથે માર્ગ બતાવીને ક્ષણમાં અદશ્ય થઈ ગયે. એ જાણી સૌ મુનિ ભગવંતે પણ નવાઈ પામ્યા.
મૌન એકાદશી મંગલમય સુંદર આરાધના ગણેજ માં કરીને, પછી એ ગણેજથી વિહાર કરી પૂજ્યશ્રી સપરિવારે અમદાવાદ પધાર્યા.
૨૨
૨૩૭ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org