________________
શ્રી નેમિ સૌરભ માં ભેગા ભેળવી લેવાય તે સારૂ થાય. કચ્છી કેમ માટે શેઠને વિનંતી કરી હતી. આ કાર્યમાં કાઠિયાવાડના રાજા મુખ્ય કાર્યકર્તાઓને સહકાર હોય તે જ કાર્ય સિદધ થાય. કાઠિયાવાડના રાજા જે ગણાતા શેઠ અમરચંદ જસરાજ વેરા, વગેરે આગેવાને પૂજ્ય શાસન સમ્રાટના ભક્તિવંત ભક્તો હતા. તેથી પૂજ્ય આચાર્ય દેવની હાજરી બહુ જ જરૂરી છે એમ સૌને લાગ્યું.
અમદાવાદના આગેવાને સૌ ભેગા થઈ નકકી કર્યું કે, દરેક વ્યક્તિઓ ઉપર જે તેને પ્રભાવ પડે, તેવા મહાપુરુષ શાસનસમ્રાટ જ છે. માટે તેઓશ્રીની અહીં હાજરી ખાસ જરૂરી છે. એટલે સહુ મળીને કલેલ જઈને અમદાવાદ પધારવા માટે અતિ આગ્રહપૂર્વક વિનંતી કરી. પૂજ્યશ્રીએ લાભાલાભને વિચાર કરીને અમદાવાદ પધારવા “હા” પડી; એટલે ક્ષેત્રપર્શના કહી.
અમદાવાદના સી આગેવાને આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીએ અમદાવાદ પધારવાની વિનંતી રવીકારી તેથી શ્રી સંઘના આગેવાને ખૂબ રાજી થયા. કલોલથી કપડવંજ પધારવા વિચાર બદલીને અમદાવાદ પધારવાનું નકકી કર્યું.
૩૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org