________________
શ્રી નેમિ સૌરભ
વગેરે અવશેષે પડેલા દેખાય છે. કેટલાક જિનબિંબ પણ હશે.” આટલું કહી ગોરધનદાસભાઈ અટકયા.
શ્રી મેહનભાઈ બોલ્યા કે, “આપ સાહેબ ! જે ત્યાં પધારો, તે તે જિન પ્રતિમાજી વગેરેની આશાતના ટળે. બાકી તે ત્યાં ધ્યાન રાખે તેવું કોઈ નથી.
શાસ્ત્રાભ્યાસ દ્વારા આ તીર્થને ઈતિહાસ પ્રાચીન અદભુત પિતે જાણતા હતા. વાચેલું હતું જે તે પ્રાચીન તીર્થના અવશે નાના ગામના પાદરે વેર વિખેર પડયા છે. તે વાત શ્રી ગોરધનદાસભાઈ તથા મોહનભાઈ પાસેથી જાણીને સાંભળીને પૂજયશ્રી વિચારમગ્ન થઈ ગયા. . પ્રાચીન તીર્થની અવદશા સાંભળીને પૂજ્યશ્રીએ વિના વિલંબે કલોલથી શેરીસા પધારવા તૈયારી કરી, પૂજ્યશ્રી વિગેરે સાધુ મહારાજ બપોરના સમયે વિહાર કરી શેરીસા પધાર્યા.
શ્રી ગોરધનભાઈ શેરીસા ગામમાં પ્રથમ જઈને ઓળખીતા સદગૃહસ્થને ઘરે ઉતરવા વગેરેની સર્વવ્યવસ્થા કરી આવ્યો. પછી પૂજ્યશ્રી વગેરે સર્વને લઈને ગામમાં આવ્યા. પછી સર્વ સાધુ મહારાજે ભેટ છેડી ત્યાં ઉતર્યા. પૂજ્ય શાસનસમ્રાટશ્રી અને બે ચાર સાધુ મહારાજ સાથે ગામના પાદરે દેરાસર જેવા નિકળ્યા.
૩૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org