________________
શ્રી નેમિ સૌરભ
ભજવાથી ખરી ખુમારી પૂજ્યશ્રીના રૂંવાડે રૂંવાડામાં હતી, એટલે તેઓશ્રી તે સમયના અનેક રાજાઓ, ઠાકોરે અને દરબાર વગેરેનાં હૃદય જીતી શકયા હતા. અને તેમને જીવદયામાં જેડીને વ્યસન પણ મુક્ત કરાવી શક્યા હતા. તેમના દ્વારા સુંદર ધર્મ કાર્યો કરાવી શકયા હતા. - આ રીતે માસ દોઢ માસ લગભગ લીંબડીમાં સ્થિરતા કરી. નિત્ય નવા નવા વિષયે-સૌની માનવતા વિકસે તેવા સદદાયક વ્યાખ્યાને બે-બે અઢી-અઢી કલાક ચાલતાં. નામદાર મહારાજા સહિત અઢારે આલમના સેંકડે લોકો એક પણ દિવસ પાડયા સિવાય વ્યાખ્યાન હસે હોસે સાંભળતા. ઓફીસમાં એ ટાઈમે અગાઉથી રજા રાખવામાં આવતી.
નામદાર મહારાજા પૂજ્યશ્રીને વિહાર કરવા દેવાની વાત જ સાંભળે નહિ અને કહેતા કે, “અમને સદમાર્ગે આગળ ધપાવે સાહેબ! અમારું જીવન સાર્થક કરવા દો સાહેબ!”
એક વખતે રાજ્યના કોઈ કામ પ્રસંગે નામદાર મહારાજ એકાએક મુંબઈ ગયા. એટલે “સાધુ તે ચલતા ભલા !” સહુને સમજાવી વિહાર આગળ લંબા.
નામદાર મહારાજા અવારનવાર પૂજ્યશ્રીના વંદનાદર્શનાર્થે આવ્યા કરતા. એક વખતે પિતાના કુંવર પાસે
૩૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org