________________
શ્રી નેમિ સૌરભ
અનંત ઉપકારી શ્રી જિનેશ્વર દેવ ફરમાવે છે કે, સાચું સુખ સ્વાધીનતામાં છે. “સર્વ પર વશ દુઃખમ સવ* આત્મ વશ સુખમ” માટે પર પદાર્થ વસ્તુની ઈરછા કરવાથી સુખ નહિ, પણ દુઃખ વધે છે. સંસારની વિચિત્ર દશા જુએ... ' કે ધન લક્ષમીમાં સુખ માને છે, કેઈ સત્તામાં સુખ માને છે, કોઈ સ્ત્રીમાં સુખ નિહાળે છે, કઈ સંતાને માં સુખ દેખે છે, પણ આ બધામાં સાચું સુખ નથી.
સાચું સુખ તેને કહેવાય કે જે આવ્યા-મળ્યા પછી કદી પણ જાય નહિ, જેના ભગવટા માટે ઈન્દ્રિ યાદિ પર પદાર્થોની ગુલામી સ્વીકારવી ન પડે, તેમજ જે ભેગવતાં કે એક જીવને પણ દુઃખ ન પહોંચે.
સંસારના કહેવાતાં સઘળાં સુખ, દુઃખ મિશ્રિત છે, જીવને વધુ પરાધીન બનાવનારા છે. તમને થશે કે તે સાચું સુખ શેમાં?
સાચું સુખ ધર્મની વિશુદ્ધ ઉપાસના આરાધનામાં સદધર્મની આરાધના એટલે દેહમાં રહેલ આત્માના શુદ્ધ સ્વભાવની આરાધના. એ આરાધના અહિંસા, સંયમ અને તપોમય જીવન જીવવાથી કરી શકાય છે.
.
૩૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org