________________
શ્રી નેમિ સૌરભ તે વખતે બીજી એક ચળવળ ઉપડી કે કચ્છકાઠીયાવાડ વગેરે પ્રાંતના શ્રાવકો ભેગા થઈને અમદાવાદમાં રહેલી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને મુંબઈમાં લઈ જવી. એવી વાતે વહેવડાવી કે, “શેઠ આ. ક.ની પેઢીના વહીવટદારે પેઢીના પૈસાથી પિતાની મિલે ચલાવે છે, માટે હિસાબ ચેખા રાખવા માટે પેિઢી મુંબઈ લઈ જવી જોઈએ.” આવી આડી અવળી વાતે લોકોને સમજાવીને તેના સમર્થનમાં હિલચાલ કરી, ખોટે પ્રચાર કર્યો. અને અઢીસો જેટલી સહીઓ કરાવી.
સમય જતાં આ બધી વિગતે નગરશેઠ શ્રી કસ્તુરભાઇ મણીલાલ વગેરે પેઢીના ટ્રસ્ટીઓ અને અમદાવાદના આગેવાનોને જાણ થઈ. એટલે તેમણે લેકેને સમજાવ્યા કે, “આ તીર્થની પઢીને અમદાવાદની બહાર લઈ જાય, તે પિઢીને ઘણું નુકશાન થાય, અમદાવાદ મધ્યવતી કેન્દ્ર છે. તેમજ પેઢીના તમામ ચેપડા જેને જેવા હોય તે જોઈ જાય તે ખુલ્લા જ છે. પરંતુ વહીવટદારે ઉપર જે ખોટા આક્ષેપ કરાય છે, તે બીલકુલ એગ્ય નથી. આ રીતે વાતાવરણ ડોળાવા લાગ્યું. એટલે શેઠ શ્રી મનસુખભાઈએ આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીને વાત કરી. શાસન હિતની વાત સમજીને પૂજ્યશ્રીએ “જિન તત્વ વિવેચક સભા ના
ૐર૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org