________________
શ્રી નેમિ સૌરભ અને અજોડ અને અદ્ભુત હતી, તવ રુચિવાળા છેતાઓને ખૂબ આનંદ આવતે. દિન-પ્રતિદિન શ્રેતાઓની સંખ્યા વધતી ગઈ, ઉપાશ્રયની જગ્યા સાંકડી પડવાથી શેઠ શ્રી જેશીંગભાઈની વાડીમાં માટે મંડપ બાંધવામાં આવ્યું. હંમેશા વ્યાખ્યાન ત્યાં વંચાતું.
પણ નગરશેઠ વિગેરે સંઘના આગેવાને સમજદાર હતા. તેમણે વિચાર્યું કે એક નજીવી બાબતે મેટું સ્વરૂપ આપીને અંબાલાલભાઈ જેવી વ્યકિતને સંઘ, બહાર મૂકવાનું કઈ પ્રોજન નથી. અને તેમ કરવું, તે સંઘને હાનિકારક છે. અને આ જ કારણથી કે કદાચ સંઘ કે મહત્વના કાર્ય પ્રસંગે ભેગે થાય, તે બને જ્ઞાતિવાળા લેકે અંબાલાલભાઈને સંઘ બહાર કરવાની હિલચાલ મોટા પ્રમાણમાં કરે, તે માટે તેઓ નગરશેઠ વિગેરે આગેવાને શ્રીસંઘને કેટલાય વખતથી ભેગા કરતા નહોતા. આથી શ્રીસંઘના મહત્વના કાર્યોમાં પણ વિલંબ. થવા લાગે.
શેઠશ્રી અંબાલાલભાઈને શાસન સમ્રાટશ્રી ઉપર અનન્ય શ્રધ્ધા-ભક્તિ હતી. એક વખતે તેઓશ્રી વંદનાથે આવ્યા. અને પૂજ્યશ્રીને કહ્યું કે “કાર્ય સેવા ફરમાવે.” સમય જાણ પૂજ્યશ્રીએ ફરમાવ્યું કે, “અંબાલાલભાઈ ! શેઠ મગનલાલ કરમચંદ આખી દશા શ્રીમાળી જ્ઞાતિના
૩૧૫ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org