________________
શ્રી નેમિ સૌરભ
દષ્ટિ કરી કહ્યું: “જુઓ! અંબાલાલભાઈ તે સમાધાન માટે તૈયાર છે. તમે બધાં તૈયાર છે ને ?'
ખરેખર “વાર્યા ન માને એ હાર્યા માનેએ જુની કહેવત યથાર્થ સિદધ થઈ. બધાય ખુબ વિમાસણમાં પડ્યા હતા. તેઓ એકી સાથે બોલ્યા : “હા” સાહેબ !” એટલે પરસ્પર સમાધાન માટેનું લખાણ તૈયાર કરાવ્યું. અને પ્રથમ અંબાલભાઈને વાંચવા આપ્યું. ત્યારે અંબાલાલભાઈએ કહ્યું : “સાહેબ! મારે એ લખાણું કાંઈ વાંચવું નથી. હું તે આપશ્રી ફરમાવે એટલે સહી કરી આપું. આપે જે કરાવ્યું હશે. તે અમારા હિતને માટે જ હશે.”
આ પછી તે લખાણ પૂજ્યશ્રીની સત પ્રેરણાથી સામા પક્ષવાળાને વાંચવા આપ્યું. તેમણે પણ તે સહર્ષ માન્ય રાખ્યું. બંને પક્ષોએ સહીઓ કરી. અને પૂજ્યશ્રીની સમક્ષ પરસ્પર “મિચ્છામિ દુક્કડંમ” દેવડાવ્યા.
તે વખતે પૂજ્યશ્રીનો સતપ્રેરણાથી કે સામા પક્ષવાળાઓને અઠ્ઠાઈ મહેત્સવ, પ્રતિષ્ઠા અને નવકારશીમાં પધારવાનું આમંત્રણ આપ્યું.
આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીના અદભુત કળા કેશલ્યથી શ્રીસંઘ અને દશા શ્રીમાળી જ્ઞાતિ ઉપરથી વિખવાદના વાદળ ગયાં, વિખરાયાં અને શક્તિ અને સંપ થઈ ગયા.
૩૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org