________________
શ્રી નેમિ સૌરભ - આ વખતે વઢવાણુમાં શ્રી જીવણલાલ વકીલને આંતરિક કારણસર જ્ઞાતીમાંથી બહિષ્કાર કરવાની વાત ચાલતી હતી. પૂજ્યશ્રી વઢવાણ પધારતાં બંને પક્ષમાં સંપ કરવા સૂચન કર્યું. બંને પક્ષોએ પૂજ્યશ્રીની આજ્ઞા શિરે માન્ય રાખી સંઘને કલેશ સહજમાં મટી ગયે.
આ જગતમાં મહાપુરૂષની છાયા અદ્દભૂત કામ કરી જાય છે. જે અશકય દેખાય તે શકય બની જાય.
મહાપુરૂષે ફરમાવ્યું કે, “સંપીને ઉન્નતિના કાર્ય કરતા થાઓ.”
ત્યાંથી પૂજ્યશ્રી (વઢવાણ કેમ્પ) સુરેન્દ્રનગરમાં પધાર્યા.
નામદાર મહારાજા મુંબઈ જઈને પાછા લીંબડી આવ્યા. એટલે જૈન શ્રીસંઘના આગેવાનોને બોલાવીને પૂછયું : “પૂજયશ્રીજી કયાં બિરાજે છે ?”
શ્રીસંઘના ભાઈઓએ કહ્યું: “પૂજ્યશ્રીજી વઢવાણ બિરાજે છે.”
હવે તમે ફરીવાર પૂજ્યશ્રીને વિનંતી કરવા જાઓ, અને મારા તરફથી મારું ડેપ્યુટેશન પણ સાથે લઈ જાએ. તે પ્રમાણે વઢવાણ કેમ્પમાં જઈ ફરીવાર વિનંતી કરી. લીંબડી શ્રી સંઘની તથા નામદાર મહારાજાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org