________________
- શ્રી નેમિ સૌરભ આ વખતે-તપાગચ્છમાં એક પણ સમર્થ આચાર્ય મહારાજ નહતા. તેથી કેઈ સમર્થ–પ્રતિભાસંપન્ન અને શાસનપ્રભાવક મુનિવરને આચાર્યપદે સ્થાપવાના વિચારે શ્રી સંઘમાં ચાલતા હતા. જેઓએ વિધિપૂર્વક
દ્વહન કર્યા હોય, તેમને આચાર્યપદ આપવું એ જ શાસ્ત્ર વિહિત હતું. આચાર્ય પદ પહેલા પૂજય પંન્યાસજી મહારાજ વગેરે મુનિવરોએ વિચાર્યું કે,
શાસ્ત્રાનુસાર વિચાર કરતાં મુનિ મહારાજના સમુદાયમાં આચાર્ય ઉપાધ્યાયાદિ પાંચે પદની ખાસ આવશ્યકતા છે. શ્રી વિજયસિંહસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી પંન્યાસજી શ્રી સત્યવિજયજીએ કિયા ઉદ્ધાર કર્યો તે વખતે તેમને આપેલ પંડિતપદ તે એક પ્રકારના આચાર્યનું જ બેધક છે. ત્યાર પછી ઘણુ કાળ પર્યત પ્રતીક્ષા કર્યા છતાં મુખ્ય પટ્ટધર આવનારા આચાર્યો દિનપરદિન વિશેષ શિથિલ થતા ગયા. કેમેકમે પાંચે મહાવ્રતને લેપ થતે ગયે.
મુનિપણું પણ તેમનામાંથી ઓછું થઈ ગયું હતું. તેમના સુધરવાની-કિયાઉદ્ધાર કરવાની આશા બિલકુલ નાબુદ થઈ ગઈ. એટલે છેદસૂત્રના કથનાનુસાર ભગવતી સૂત્ર પર્વતના ગાકાહી વિદ્વાન મુનિરાજને શાસ્ત્રીય વિધિવિધાન સહિત આચાર્યપદ આપવાની આવશ્યકતા ઉભી થઈ હતી.
- ૨૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org