________________
શ્રી નેમિ સૌરભ મોકલાવ્યા. પૂજ્ય મુનિરાજશ્રીની આ માંદગી પ્રાણઘાતક નીવડે એવી હતી. પૂજ્યશ્રીની સાથે રહેતા વિદ્વાન શાસ્ત્રી શ્રી શશિનાથ ઝાએ સ્વમાન્યતા અનુસાર મૃત્યુંજય મંત્ર જાપ આદરી દીધું. સૌએ આશા મૂકી દીધી હતી.
. ઝવેરભાઈની કાબેલિયતે સૌને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા, તેઓએ અદ્ભૂત હિંમત અને કુશળતાપૂર્વકના ઉપચારથી બેભાનને ભાનમાં લાવી દીધા, અને સૌની નિરાશાને આશામાં ફેરવી દીધી. ત્યારપછી તે સતત ઉપચારથી થોડા જ દિવસે માં તેઓને સંપૂર્ણ આરામ થઈ ગયે. પૂજ્ય શાસન સમ્રાટની પાવન નિશ્રા શું ના કરે
છે ત્રી પુનમની મહામહિમાવાળી ગિરિરાજની યાત્રા કરી સપરિવારે આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી વળા તરફ પધાર્યા. અહીંના ઠાકોર શ્રી વખતસિંહજી પૂજ્યશ્રીના ઘણા વખતથી સાચા ભક્ત હતા. પૂજ્યશ્રીના દર્શન વંદન કરી ખૂબ પ્રસન્ન થયા. ધર્મોપદેશ સાંભળીને પિતાને કૃતકૃત્ય થયેલ માનતા. તેમણે પૂજ્યશ્રીની ભક્તિનો લાભ લીધું.
વળાના શ્રીસંઘે તથા નામદાર દરબારશ્રીએ ખુબ આગ્રહપૂર્વક ચાતુર્માસ માટે વિનંતી કરી પણ પૂજ્યશ્રીએ હા” ન પાડી. “જેવી ક્ષેત્રસ્પર્શના” એમ કહ્યું. પૂજ્યશ્રી ત્યાંથી વિહાર કરી આગળ પધાર્યા.
૨૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org