________________
શ્રી નેમિ સૌરભ આજે જૈન શાસનમાં તેઓશ્રીની સરખામણીમાં આવે એવા વિશિષ્ટ વિદ્રાન શાસન પ્રભાવક અન્ય કેઈ નથી, આપણું શ્રી સંઘના મહાન ભાગ્યોદયે “સુરીશ્વરજી આપણે આંગણે પધારી રહ્યા છે. તે માટે આપણે ખુબજ અદ્ભુત પ્રવેશ મહોત્સવ સામૈયું કરવું જોઈએ. શ્રીસંઘના નિર્ણય–અનુસાર ભાવિક નવયુવકે કામે લાગી ગયા. ને રાતે રાત આખાય ટાદને સ્વર્ગસમું બનાવી દીધું.
બોટાદની શેભા-નક કોઈ અનેરી થઈ હતી. આખી રાત નવયુવકે એ બોટાદને રૂડા શણગારથી સજી દીધું. આખા ગામમાં આજે ઠેર–ઠેર રંગબેરંગી ધજા, વાવટા, તોરણ બાંધ્યા હતા. ઠેકાણે ઠેકાણે શુશોભિત દરવાજા ઊભા કર્યા હતા. ચોટે ચીટે નાના મોટા મંડપ બંધાયા હતા ઉપર ચંદરવા અને ચંદની બાંધી હતી.
આજે બોટાદની જૈન પ્રજાના મુખ ઉપર આનંદઉલ્લાસ તરવરતા સહુ રંગબેરંગી નવા કપડા પહેરી ગામ બહાર ઉતાવળે જઈ રહ્યા હતા. કેઈ જૈનેતરભાઈએ જૈન શ્રાવકભાઈને પૂછયું : “આજે જૈનેનું શું કે ઈ મેટો પર્વ તહેવાર છે કે શું ?'
આજે આખા ગામના જેને બહુ જ ઉત્સાહમાં આવ્યા છે, આખું ગામ આ રીતે શણગારેલું મેં મારી ૫૦-૬૦ વર્ષની ઉંમરમાં પણ કદિ જોયું નથી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org