________________
શ્રી નેમિ સૌરભ ભાઈ ! તમારી વાત સાચી, આજે જૈન આલમના મહાન આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ બોટાદમાં પધારી રહ્યા છે, માટે અમને ખુબ ઉલ્લાસ છે. તેથી જ આજે આખું ગામ ઉમંગમાં છે.
વહેલી સવારથી દેરાસરે નોબત વાગી રહી છે, નિબતેના પડઘા આખા ગામમાં સંભળાય છે. સામૈયાને સમય થયો એટલે ગામના આબાળ વૃદ્ધ સૌ શાસનસમ્રાટને લેવા ગામ બહાર આવ્યાં.
- ઢેલ, ત્રાંસા, શહનાઈ, ને બત વગેરે દેશી વાદ્યોના મીઠા સુર રેલાવતા હતાં. વિશાળ સંખ્યામાં સ્ત્રી વર્ગ મંગલગીત ગાતાં ગાતાં ચાલતા હતા. નેબતેના ગગનભેદી અવાજે લોકોના ઉછરંગને વધારી રહ્યા છે. વચ્ચે વચ્ચે ભાઈએ દાંડિયા રમતા અને ભક્તિની ધૂન મચાવતા તેમજ કાંસી–જેડા લઈને બુલંદ અવાજે અનેરા ભાવે ભક્તિગીતે ગાતા હતા.
સામેયું નગરમાં ફરવા લાગ્યું. થોડા થોડા અંતરે બાંધેલ મંડપમાં પૂજ્ય આચાર્ય ભગવંતને પાટ ઉપર બેસાડી દાંડીયા લેતા, કાંસી જેડા લઈ બુલંદ અવાજે ભક્તિગીત ગાતા, જેનારાના હસ્યા ઉછળી મોઢામાંથી વાહ વાહ ને શાબાશીના શબ્દો સરી પડતાં, કે
ભેદી અવાજે થી ગાતાં ચાલતા આખ્યામાં સ્ત્રી વ
૨૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org