________________
શ્રી નેમિ સૌરભ
કિરણ ગ્રીસમું.........
બોટાદને અદભુત ચાતુર્માસ
વળાથી બટાદ તરફ વિહાર લંબાવ્યું. વચ્ચે આવતા નાના મેટા ગામમાં સચોટ ધર્મોપદેશ આપતા, અનેક ભવ્ય જીવોને ધર્મરસિક બનાવતા બોટાદ નજીકના ગામમાં પૂજ્યશ્રી સહપરિવારે પધાર્યા, એટલે બોટાદ શ્રી સંઘના આગેવાને આવીને વંદન કરી બોટાદ પધારવાને દિવસ નક્કી કર્યો.
બોટાદ શ્રીસંઘમાં આ સમાચાર મળતા ઉત્સાહનું મોજુ ફરી વળ્યું. શ્રીસંઘ ભેગે થયે ત્યારે વિ. સં. ૧૯૬૪ માં ભાવનગર મુકામે સૂરિપદ મહોત્સવમાં ગયેલા બોટાદના આગેવાને એ શ્રીસંઘમાં વાત કરી કે, “પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસુરીશ્વરજી મહારાજ સાહેબને ઓજસ અને પ્રભાવ કેઈ અનેરે છે. વર્તમાનકાળે તપાગચ્છમાં શાસ્ત્રીય રીતે આગના ગો દ્વિહનપૂર્વકના પ્રથમ આચાર્ય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org