________________
શ્રી નેમિ સૌરભ
કરી. આ વખતે પ્રવેશ પ્રસંગે પધારેલા શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈ વિગેરેએ શ્રીસંઘને જણાવ્યું કે,
આ ચાતુર્માસ માટે પૂજ્ય ગુરૂદેવને અમદાવાદ પધારવાની ખાસ આવશ્યકતા છે. ત્યાં અનેકવિધિ શાસનના કાર્યો કરવાના છે.”
- શ્રીસંઘે કહ્યું: ““શેઠ સાહેબ! તમે આ લાભ વારે વારે લે છે, અમારા નાના ગામના શ્રીસંઘને આવે "લાભ કયારે મળશે ?”
બેટાદ શ્રીસંઘની ખુબ આગ્રહ પૂર્વકની ભાવના વિનંતી જોઈને અમદાવાદના શેઠીઆઓએ શું કહેવું એમ વિચારમાં પડી ગયા ત્યારે પૂજયપાદ આચાર્ય ભગવંતશ્રી તેને જવાબ આપતા “ક્ષેત્ર સ્પર્શને ” એમ જણાવ્યું, સૌએ એકી સાથે “સૂરીશ્વરજીની જય” બોલી ગગન ગજવી દીધું. .
બોટાદ સિરિતા થતા બોટાદની બાજુમાં અલાઉ ગામે નવું જિનાલય તૈયાર થયું હોવાથી, તેની પ્રતિષ્ઠાને આદેશ રાણપુરવાલા શ્રી નાગરદાસ પરષોત્તમદાસે લીધેલ હતું. તેઓ અલાઉ શ્રીસંઘની સાથે પૂજ્યશ્રીને પ્રતિષ્ઠા માટે પધારવાની વિનંતી કરવા આવ્યા. તે વિનંતીને સ્વીકાર કરી પૂજ્ય ગુરૂદેવ સપરિવાર અલાઉ પધાર્યા. જેઠ સુદમાં સુંદર મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરીને થોડા દિવસ પછી પૂજ્યશ્રી પુન બટાદ પધાર્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org