________________
શ્રી નેમિ સૌરભ
એક તપાગચ્છાધિપતિની અને શાસન સમ્રાટપદની જવાબદારીનું અક્ષરશ જાણે પૂજ્યશ્રીએ પાલન કર્યું. આ કાર્યની ગહનતા વિચારી ઘણુ મહાનુભાવેએ ભૂરી ભૂરિ પ્રશંસા કરી ધન્યવાદ આપ્યા. મહેંમદ છેલ અને શાસન સમ્રાટ
બોટાદના ચાતુર્માસને એક પ્રસંગ છે કે, તે વખતે પ્રસિદ્ધ જાદુગર મહંમદ છેલ બોટાદમાં રહેતાં, તેમણે બેટાદ ગામમાં સર્વત્ર પૂજ્યપાદ શાસન સમ્રાટની ખુબ પ્રસિદ્ધિ સાંભળી એટલે તેઓ પૂજ્યશ્રીને મળવા ઉપાશ્રયે. આવ્યા. પ્રસિદ્ધ અને વિલક્ષણ મનુષ્યને સ્વભાવજ એવે હોય છે કે, તેઓ સામાને પિતાને પરિચય સામાન્ય માણસની જેમ નથી આપતાં પણ વિલક્ષણ રીતે જ આપે છે, અહીં પણ એમ બન્યું.
આપણા ચરિત્રનાયકશ્રીની સન્મુખ આવી પૂજ્યશ્રીને પગે લાગીને બેઠાં પછી વિદ્યાને પ્રયોગ કરીને મમ્મદ છેલે પૂજ્યશ્રીને પિતાને પરિચય આપે.
આ પ્રયોગ જોઈને જરીકે અંજાયા વગર પૂજ્યશ્રીન : મુખમાંથી સહસા ઉપદેશ વચન સરી પડયાં “મહંમદ છેલ! તમારી આ વિદ્યાને પ્રવેગ કયારે કોઈ પણ સાધુસંતની મશ્કરી કે ઠેકડી માટે થઈ ન જાય, એની ખાસ.* તકેદારી રાખજે.”
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org