________________
શ્રી નેમિ સૌરભ
પિઢીને વ્યાજબી કિંમતે વેચાણ આપો. તે ત્યાં મદિર વગેરે અનેક ધર્મસ્થાને ઊભાં થશે. તેમાં અનેક ધાર્મિક કાર્યો થશે અને તેને લાભ તમને પણ મળશે.” અનેક યાત્રિકે આવશે. ગામની પણ ઉન્નતિ થશે. '
બધા દરબારે કહે: “ આપ સાહેબને ઉપદેશ. સાંભળ્યા પછી આવી પવિત્ર જમીન વેચીને નાણાં કરવાની અમારી ઈચ્છા મનમાં રહી નથી; પણ હવે તે જમીને આપશ્રીને આપવી છે, આપ સાહેબ સ્વીકારે તે આ ગામ પણ આખું ભેટ આપવા અમે તૈયાર છીએ. ગામડાના ભેળા માણસની જે ભક્તિ ! કેવી ભવ્ય. ભાવના અનુમોદના કરવાનું મન થઈ જાય! !
શાસન સમ્રાટ પૂજ્યશ્રીએ ગિરિરાજ ઉપર જુદાજુદા સ્થાનના નવ લેટે પાડીને તે શેઠ, આ. ક. ની પેઢીને આપવા કહ્યું.
ભલા દરબારોએ તે જમીન પૂજ્યશ્રીને ભેટ આપવાને ખૂબ આગ્રહ કર્યો. પણ પૂજ્યશ્રીએ ધાર્મિક નિયમાનુસાર જમીન ભેટ નહિ લેવાનો નિર્ણય કર્યો હતે.
ત્યારે દરબારેએ કહ્યું: “અકબર બાદશાહે આચાર્ય હીરવિજયસૂરિજીને તીર્થની સનંદ આપી છે, તે. આપને એમાં શું વાંધે છે ?” .
પૂજ્યશ્રીએ કહ્યું: “ભાઈ ! હું હીરવિજયસૂરિ નથી, હું તો એમના ચરણની રજ સમાન છું.” જોઈ કેવી.
૨૮૫ •
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org