________________
શ્રી નેમિ સૌરભ પૂજ્યપાદ આચાર્ય ભગવંતની વ્યાખ્યાનની ધારાઓ વરસતાં જ હૃદયમાં રહેલી શંકાઓ નિર્મુલ થઈ જતી. શંકાઓ રૂપી કચરે વાઈને સાફ થઈ જતે; ને હૃદયરૂપી ભૂમિ ચકચકીત નિર્મલ થઈ જતી.
વર્ષાદની હેલી થાય ને જમીન ધરાઈને કુણી થઈ જાય તેમ અષાડ પૂરો થયે ત્યાં શ્રાવણ આવતાં જ વિવિધ પ્રકારના તપે ભાવિકે કરવા લાગ્યા. ધર્મદેશના શ્રવણથી અજબ પલટે આ. ઉપરા ઉપરી ઓત્સમહોત્સવે થવા લાગ્યા. આપના ચરિત્ર નાયક પૂજ્યશ્રીના સંસારી અવસ્થાના પિતાજી લક્ષમીચંદભાઈ બે વર્ષ પહેલાજ (૧૯૩માં) સ્વર્ગવાસ પામ્યા હતાં. પૂજ્યશ્રીની માતુશ્રી દિવાળી બા, તથા લઘુ બંધુ બાવચંદભાઈ વગેરે હતા. પિતાની જન્મભૂમિમાં પૂજ્યશ્રીનું આ બીજુ ચાતુર્માસ હતું. તેમાં શાસન પ્રભાવનાના અનેક કાર્યો થયા. પૂજ્ય ગુરૂદેવના જન્મ સ્થાનનું જણ મકાન :
એક વખત- સવારે દર્શન કરવા માટે પૂ. મુનિશ્રી ઉદયવિજયજી મ. વગેરે શ્રી મહાવીર સ્વામીજીના દેરાસરે દશન-વંદન કરી બહાર નિકળતા, દેરાસર બાજુમાં દાન શાળાવાળા જુના મકાન પાસે ગયા. ત્યાં જોડાજોડ જ પૂર્વ તરફના જુના ઘરમાં એક બ્રાહ્મણ ડેશીમાં રહેતા હતા. તેમણે પૂજ્ય સાધુને જોઈ કહ્યું: “એ મહારાજ !
ર૭૭ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org