________________
શ્રી નેમિ સૌરભ
(કરણ એગણવીશકું .... શ્રી કદમ્બગિરિની યાત્રા પર અને તીર્થોદ્ધારનો નિર્ધાર
કદમગિરિજી શ્રી શત્રુંજય માહાભ્ય” અનુસાર શ્રી કદમ્બગિરિજી ઉપર ગત ઉત્સર્પિણી કાળમાં શ્રી સંપ્રતિ જિનેશ્વર નામે ચોવીશમાં તીર્થકર થયા. તેમના શ્રી કદમ્બ નામના ગણધર એક કરોડ મુનિવરોની સાથે આ ગિરિવર ઉપર સિદ્ધપદ પામ્યા હતા માટે આ ગિરિ “શ્રી કદમ્બગિરિ તરીકે પ્રસિદ્ધ થયું.
મહાતીર્થ શ્રી સિધગિરિ–શત્રુંજયના પાંચ સજીવન શિખરે પૈકીનું આ પણ સજીવન શિખર કહેવાય છે.
શ્રી શત્રુંજય ગિરિની બાર ગાઉની પ્રદક્ષિણમાં આ મહાતીર્થ સૌથી પ્રથમ આવે છે.
શ્રી ગિરિરાજની યાત્રા કરી શાસન સમ્રાટ પૂજ્યશ્રી ઉડ પ્રદેશના ચેક વગેરે ગામમાં વિચરીને અનેક માનને ધર્મ–ઉપદેશ દ્વારા હિંસા, ચેરી આદિ પાપ કાર્યોથી મુક્ત કરાવતા બેદાનાનેસ પધાર્યા તે વિ. સં. ૧૯૬ની સાલ હતી.
૨૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org