________________
શ્રી નેમિ સીરમ
પધાર્યા. અને આ તીર્થ સંબંધી કેસમાં વિજય મેળવવા માટે સર્વ પ્રકારના પ્રયાસો પૂર ઝડપે ચાલુ કર્યા.
અમદાવાદ શેઠશ્રી આ. ક. પેઢીના આગેવાનોને તાર-પત્રો દ્વારા ઝીણવટભર્યું અને કુનેહભર્યું માર્ગદર્શન આપવા લાગ્યા. બીજી બાજુ ભાવનગરના આગેવાનોને તથા શ્રી મોતીલાલ ગીરધરલાલ કાપડીયા સોલીસીટરને બે લાવી પૂજ્યશ્રીએ ચગ્ય સલાહ સૂચને આપ્યા. નડિયાદના સૂબા નાના સાહેબ, તથા પન્ના સટેટના એક પ્રસિદધ પ્રધાન કે જેમની જુબાની ઉપર કેર્ટ (Court) માટે આધાર રાખતી હતી તેમને પિતાની પાસે બેલાવી, સૂચનાઓ આપીને જુબાની માટે બારસી મોકલ્યા. આ ૫ કરી શકાય એટલા બધા ઝડપી સર્વ પ્રયત્ન કરવામાં પૂજ્યશ્રીએ કઈ ખામી ન રાખી.
પૂજ્યશ્રીના જાજવલ્યમાન પ્રતિભા, કુનેહ અને સતત પ્રયાસને ફલસ્વરૂપે પૂજ્યશ્રીના માર્ગદર્શન મુજબ કેસ લડવામાં આવતાં છેવટે કેસમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને એટલે શ્વેતામ્બરેને જવલંત વિજય થયે. પૂજ્ય પં. શ્રી સાગરજી મ. ના શિરેથી મુશ્કેલીનું વાદળ દૂર થયું અને દિગંબરને પરાજય થયે. ત્યાર પછી મહુવા, શ્રી સંઘની અતિ આગ્રહ પૂર્વક વિનંતી થતા સપરિવારે ચાતુર્માસ માટે મહવા પધાર્યા.
૧૮ Jain Education International
૨૭૩ For Private & Personal Use Only
www.jainelibrary.org