________________
શ્રી નેમિ સૌરભ
-
કિરણ અઠ્ઠાવીસમું........ જન્મભૂમિમાં બીજું શાનદાર ચાતુર્માસ.
અષાડ માસના દિવસે નજીક આવ્યા એટલે મહુવાની ધર્મ પ્રેમી અને ભક્તિ પ્રધાન જૈન જનતા, પૂજ્યશ્રી કયારે પધારે તે આતુરતા પૂર્વક રાહ જોવા લાગી. આખાય ગામમાં સિંહ સમા આપણા ચરિત્ર નાયક પૂજ્યશ્રીની વિદ્વત્તા, પરાકમતા અને શાસનપગી એકએકથી ચઢીયાતા અનેક કાર્યોની યશોગાથાઓ યાદ કરી કરી સહુ આનંદ વ્યકત કરતા હતા.
ત્યાં તો ચાતુર્માસ પ્રવેશને દિવસ આવી પહોંચે. પૂજ્ય મહારાજશ્રીએ સહપરિવાર મહવાને સીમાડે આવેલા ગામડાંમાં પગ મુક, કે તરત જ જાણે આખા મહુવામાં આનંદની હેલી ઉમટી, અને જ્યાં નગર પ્રવેશ દિવસની પ્રાતઃકાળ આવી ત્યારે અનેક સ્ત્રી-પુરુષ અને નાના–મેટા બાળકોના ટોળે ટોળા નવા વિવિધ રંગી વસ્ત્રો પહેરી ગામ બહાર પૂજ્ય ગુરૂ ભગવંત
Jain Education International
૨૭૪ For Private & Personal Use Only
www.jainelibrary.org