________________
શ્રી નેમિ સૌરભ
આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીની જૈન શાસનમાં અતિ પ્રસિદ્ધિ સાંભળી સુરત શ્રી સંઘના અગ્રણીઓ શેઠ નગીનદાસ મંછુભાઈ, શ્રી નગીનદાસ કપૂરચંદ સરકાર, શ્રી હીરાલાલ મંછાલાલ વગેરે સુરત પધારવાની વિનંતી કરવા આવ્યા હતા. પણ ક્ષેત્ર સ્પશનાનો જોગ હોય છે તે જ તેક્ષેત્રમાં પ્રવેશ થાય છે.
સુરતના શ્રીસંઘને પૂજયશ્રીને લાભ લેવાની કિટ ભાવના હતી. પૂજ્યશ્રી પણ લાભ આપવાને ઉસુક હતા. છતાં ક્ષેત્ર સ્પર્શનાને સુગ ન થવાથી પૂજ્યશ્રીને તે માર્ગમાં બોરસદ ગામે રોકાઈ જવું પડયું.
બન્યું એવું કે તેઓશ્રીના શિષ્ય મુનિશ્રી નય વિજયજી કે જેઓ છેલ્લા નવ માસથી આયંબિલ તપ કરતા હતા તેમની તબીયત અહીં ઓવતાં બગડી.
લામાં લોહી પડવા માંડયું. અશક્તિ વધી ગઈ. ચાલતાં ચકકર આવવા માંડયા. એટલે ન છૂટકે પૂજયશ્રીને વિહાર અટકાવીને બોરસદમાં સ્થિરતા કરવી પડી. , ઉત્તમ નિર્દોષ ઉપચારથી તપસ્વી મુનિરાજના આરોગ્યમાં સુધારો થયે પણ એક દિવસ પડિલેહણું દરમ્યાન એકાએક આયુષ્યબળ પૂરું થતાં સમાધિભાવે કાળધર્મ પામ્યા. - આ ઘટનાથી વ્યથિત પૂજ્યશ્રીએ સહુ મુનિવરોને
- ૨૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org