________________
શ્રી નેમિ સૌરભ
આ તરફ વડોદરામાં ચોમાસુ રહેલ પૂજ્યશ્રીના શિષ્ય શ્રી અદ્ધિવિજયજી મ. ને “દમ” ને વ્યાધિ કે હતે. તે જ વ્યાધિમાં તેઓ સમાધીપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજયશ્રીને એક વિનયી અને ભકિતવંત તથા અભ્યાસી. શિષ્યની ખોટ પડી. મુનિશ્રી દ્ધિવિજયજીના સદુપદેશથી વડોદરાના શ્રી જેચંદભાઈ નામક ભાવિક ગૃહસ્થ પ્રતિબોધ પામેલા તેઓ દીક્ષા લેવા માટે ચોમાસા પછી ખંભાત આવ્યા. તેમને કા. વદી ૧૧ ના શુભ દિવસે દીક્ષા આપીને પિતાના શિષ્ય મુનિશ્રી ઉદયવિજયજીના શિષ્ય તરીકે જયવિજયજી નામે સ્થાપિત કર્યા.
ખંભાતમાં તે વખતે બાળકને ધાર્મિક અભ્યાસ માટે સ્થાન હતું. પણ બાળાઓ માટે ધાર્મિક અભ્યાસ માટે કઈ રથાન ન હતું. તેથી બાળાઓને પણ ધાર્મિક ચન્નહારિક શિક્ષણ મળે એ નિમિતે આપણા ચરિત્ર નાયક પૂજ્યશ્રીએ શ્રીસંઘને ઉપદેશ આપીને “શ્રી વૃદ્ધિવિજયજી જૈન કન્યાશાળા” ની સ્થાપના કરાવી. આ કન્યાશાળા માટે પૂજ્યશ્રીની પ્રેરણાથી ભાવનગરના તેમજ અમદાવાદના ભાવિક સદગૃહસ્થ તરફથી એક મકાન વેચાણ લેવામાં આવ્યું. તેમાં કન્યાશાળા ચાલવા લાગી. ખંભાતના શ્રીસંઘે એ કન્યાશાળાના નિભાવ માટે પૂજ્યશ્રીની સત્રેરણાથી કાયમી અને સારું એવું નિભાવ ફંડ કર્યું.
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org