________________
શ્રી નેમિ સૌરભ માટે આપણે પૂજયશ્રીની આ શ્રેત ભકિતમાંથી પવિત્ર પ્રેરણા લઈને શ્રતની ઉત્તમ ભકિત કરવી જોઈએ. '
આ ખંભાતના ચાતુર્માસ અમદાવાદથી શેઠ મનસુખભાઈ, શેઠ લાલભાઈ દલપતભાઈ વગેરે શ્રી આણુંદજી કલ્યાણજી પેઢીના મુખ્ય આગેવાને શ્રી શત્રુંજય આદિ તીર્થોના કાર્ય માટે લગભગ દર રવિવારે ખંભાત પૂજ્યશ્રી પાસે આવતા અને ગુઢ પ્રશ્નો અને કાર્યમાં પૂજ્યશ્રીનું બુદ્ધિમત્તાભર્યું માર્ગદર્શન મેળવતા હતા.
તે કાળે શેઠ પિપટલાલ અમરચંદભાઈના કુટુંબમાં એ નિયમ હતું કે છેક ઉંમર લાયક થાય એટલે એણે ઉપધાન તપની આરાધના કરવી જ જોઈએ. આ વખતે પણ શેઠ પિપટભાઈના નાનાભાઈ શ્રી ઉજમશી ભાઈ ઉંમર લાયક થયા છતાં શારીરિક કારણે ઉપધાન ન કરી શક્યા. તેથી શ્રી પરત્તમદાસભાઈ તેમને વારંવાર પ્રેરણા કરીને આપણા ચરિત્રનાયક પૂજયશ્રી પાસે લાવ્યા. પૂજ્યશ્રીએ પણ એ વિશે તેમને સુંદર સસ્પેરણું કરી. તેથી તેમને (ઉજમશીભાઈ) ને ઉપધાન કરવાની ભાવના જાગૃત થઈ, એટલે આ માસમાં શેઠ પિપટભાઈ અમરચંદભાઈ તરફથી પૂજયશ્રીની પાવન નિશ્રામાં ઉપધાન તપની ભવ્ય આરાધના કરવામાં આવી. શ્રી ઉજમશીભાઈએ હચાના ઉમળકાથી આપણું ચરિત્ર નાયક પૂજયશ્રીની પાવન નિશ્રામાં ઉપધાન તપ કર્યા..
૨૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org