________________
શ્રી નેમિ સૌરભ
આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીને કાઠિયાવાડ તરફ પધારવા માટે વડીલ ગુરૂબંધુ પૂ. પં. શ્રી ગંભીરવિજયજી ગણીવર મહારાજા તરફથી વારંવાર પ્રેરણા થતી હતી. તેઓશ્રીએ ભાવનગરના આગેવાનોને વિનંતી કરવા પણ મેકલ્યા હતા. વળી આ વર્ષે ભાવનગરમાં “અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક કેન્ફરન્સ” નું અધિવેશન ભરાવવાનું નક્કી થયું હતું. જેના પ્રમુખ શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈ થવાના હતા. તેમની પણ તે પ્રસંગે ત્યાં ભાવનગર પધારવાની આગ્રહભરી વિનંતિ હતી.
કલેલમાં આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીના સદ્ઉપદેશથી શેઠ જમનાભાઈ તરફથી તેયાર થયેલા ભવ્ય જિન મંદિરની પ્રતિષ્ઠા કરવાની હોવાથી પૂજ્યશ્રીએ
એ પ્રતિષ્ઠા કરાવ્યા પછી ભાવનગર તરફ જવા વિચાર રાખ્યો. "
ખંભાતથી વિહાર કરી પૂજ્યશ્રી પિતાના શિષ્ય સાથે અમદાવાદ પધાર્યા. અમદાવાદમાં આઠ દિવસની સ્થિરતા કરી દરમ્યાન શ્રીસંઘના અનેક પ્રશ્નોમાં ગ્ય માર્ગદર્શન કર્યું. વચ્ચે મુનિવર શ્રી મણિવિજયજી મ. ના શિષ્ય મુનિશ્રી કમલવિજ્યજીને પૂજ્યશ્રીએ વડી દીક્ષા આપી. કલોલ પધાર્યા. *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org